Posts

Showing posts from April, 2010

જય જય ગરવી ગુજરાત , જીત્યું હમેશા ગુજરાત

કલાકારો : ઐશ્વર્યા મજમુદાર, પ્રાચી દેસાઇ, મૌલી દવે, તન્વી વ્યાસ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, નિધી શેઠ, ત્રિપ્તી આર્ય વોરા, અચલ મહેતા, અભેસિંહ રાઠોડ, કરસન સગઠિયા, કિર્તીદાન ગઢવી , દમયંતીબેન, ભારતી કુંચલા, બિહારીદાન ગઢવી, નીરજ પરીખ, હેમા દેસાઇ, આલાપ દેસાઇ, આશિત દેસાઇ, હરી ભરવાર, બીજલ દેસાઇ, વિજય ગાભાવાલા, હેમંત ચૌહાણ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને દિલિપ ધોળકિયા


કસુંબી નો રંગ ગાયક ચેતન ગઢવી

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ


ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગબહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ

ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગદુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ

સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ

વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગનવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ

મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગપીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ

શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસું…

આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી

સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ…
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે

નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે
આદ્યશક્તિ માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે

દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી.

મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,

મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,
મુખેથી મોરલી બજાવતા રે લોલ.
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢણ અંબર વીસરી રે લોલ.
હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ,
ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ.
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.
મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ
જઇ અને અમરાપરમાંમાં છોડિયા રે લોલ
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો જાણ્યું ક એ હરિ અહીં વસે રે લોલ
મેં તો દૂધ ને સાકરનો શીરો ક્ર્યો રે લોલ
ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ
હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ
કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ
મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ
કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ
હું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ
ચારેય દિશે તે નજર ફેરતી રે લોલ
મેંતો છેટેથી છેલવર દેખિયા રે લોલ
હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ
મારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલ
મીઠી તે મોરલી વગાડતા રે લોલ

રંગતાળી, રંગતાળી,

રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગમાં રંગતાળી.
મા ગબ્બરના ગોખવાળી રે, રંગમાં રંગતાળી.
મા ચાચરના ચોકવાળી રે, રંગમાં રંગતાળી.
મા મોતીઓના હારવાળી રે, રંગમાં રંગતાળી.
મા ધીના દીવડાવાળી રે, રંગમાં રંગતાળી.
મા માનસરોવરવાળી રે, રંગમાં રંગતાળી.
મા ચુંવાળના ચોકવાળી રે, રંગમાં રંગતાળી.
મા અંબે આરાસુરવાળી રે, રંગમાં રંગતાળી.
મા કાળી તે પાવાવાળી રે, રંગમાં રંગતાળી.
મા કલક્ત્તે દિસે કાળી રે, રંગમાં રંગતાળી.
મા ભક્તોને મન વ્હાલી રે, રંગમાં રંગતાળી.
મા દૈત્યોને મારવાવાળી રે, રંગમાં રંગતાળી.
મા અંબા ને બહુચરા બેની રે, રંગમાં રંગતાળી.
ક્યાંય મળતી નથી જોડ તેની રે, રંગમાં રંગતાળી.
માને શોભે સોનાની વાળી રે, રંગમાં રંગતાળી.
માએ કનકનો ગરબો લીધો રે, રંગમાં રંગતાળી.
માંહી અત્રીસ બત્રીસ જાળી રે, રંગમાં રંગતાળી.
તેમાં રત્નનો દીવડો કીધો રે, રંગમાં રંગતાળી.
માએ ઓઢણી કસુંબી ઓઢી રે, રંગમાં રંગતાળી.
મા ફરે કંકુડાં ઘોળી રે, રંગમાં રંગતાળી.
માંહી નાના તે વિધની ભાત રે, રંગમાં રંગતાળી.
ભટ્ટ વલ્લભને જોવાની ખાંત રે, રંગમાં રંગતાળી.

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
કહેતી મનની વાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,
ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો,
રસ રમે જાણે શામળિયો ,
જમુનાજીને ઘાટ રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

– અવિનાશ વ્યાસ

હમ્બો હમ્બો વિંછૂડો

અરરર માડી રે,
છાણાં વીણવા ગઇ’તી, રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મને ટચલીએ ટચકાવ્યો રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મારા સસરાજીને તેડાવો રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મારા જેઠજીને તેડાવો રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મારા પરણ્યાને તેડાવો રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

વિંછૂડાના ઝેર ઉતરાવો રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો
હમ્બો હમ્બો વિંછૂડો

ખમ્મા, મારા નંદજીના લાલ,

ખમ્મા, મારા નંદજીના લાલ,
મોરલી ક્યાંરે વગાડી?

હું રે સૂતી’તી મારા શયનભવનમાં,
સાંભળ્યો મોરલીનો નાદ … મોરલી …

ખમ્મા …

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,
ભૂલ ઈ ગૈઅ સુધ ભાન સાન … મોરલી …

ખમ્મા …

પાણીડાંની મસે જીવન જોવાને હાલી,
દીઠાં મેં નંદજીના લાલ … મોરલી …

ખમ્મા …

દોણું લૈઅને ગૌ દો’વાને બેઠી,
નેતરાં લીધાં હાથ … મોરલી …

ખમ્મા …

વાછરુ વરારે મેં તો છોકરાંને બાંધ્યાં
નેતરાં લૈઅને હાથ
મોરલી ક્યાં રે વગાડી?

ખમ્મા, મારા નંદજીના લાલ,
મોરલી ક્યાંરે વગાડી?

– નરસિંહ મહેતા

મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે,

મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે,
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે.

મા ચાંપા તે નેરના ચાર ચૌટા મા કાળી રે,
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે.
મા પાવા તે ગઢથી …

મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે,
મારી અંબા માને કાજ, પાવાગઢવાળી રે.
મા પાવા તે ગઢથી …

મા માળી તે આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે.
મા પાવા તે ગઢથી …

મા કુંભારી આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે.
મા પાવા તે ગઢથી …

મા સુથીરી આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે બાજઠની જોડ, પાવાગઢવાળી રે.
મા પાવા તે ગઢથી …

મા ગાય શીખે ને સાંભળે, મા કાળી રે,
તેની અંબા મા પૂરજો આશ, પાવાગઢવાળી રે.
મા પાવા તે ગઢથી …

– વલ્લભ ભટ્ટ

પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,

પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.

ચોરે બેઠા રે બેની, મારા સસરાજી રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે

પાણી …


લાંબા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે

પાણી

ડેલીએ બેઠા રે બેની, મારા જેઠજી રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે

પાણી …
સરડક તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે

પાણી …

મેડીએ બેઠો રે બેની, મારો પરણ્યો રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે

પાણી …


આછા તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
રૂમઝૂમ કરતી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે

પાણી …

પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.

આવકાર મીઠો….આપજે રે જી…..

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકાર મીઠો….આપજે રે જી…..

તારે કાને કોઈ સંકટ સંભળાવે, રે,
બને તો થોડું…..કાપજે રે જી…….

માનવીની પાસે કોઈ…. માનવી ન આવે….રે…..
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકાર મીઠો…..આપજે રે જી….

કેમ તમે આવ્યા છો ?….. એમ નવ કે’જે….
રે….
એને ધીરે એ ધીરે તુ બોલવા દેજે રે
આવકાર મીઠો…..આપજે રે જી….

વાતું એની સાંભળીને….આડું નવ
જોજે….રે…..
એને માથું એ હલાવી હોંકારો દે જે રે
આવકાર મીઠો…..આપજે રે જી….

‘કાગ’ એને પાણી પાજે….
સાથે બેસી ખાજે…… રે…
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકાર મીઠો…..આપજે રે જી….

-કવિ કાગ

ચરર ચરર મારું ચકડોળ ચાલે,

ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર ...

ઓ લાલ ફેંટાવાળા, ઓ સોમાભાઇના સાળા
ઓ કરસનકાકા કાળા ,ઓ ભૂરી બંડીવાળા
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં. ચરર ચરર ...

અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,
નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર ...

ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,
ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે ચરર. ચરર ચરર ...
– અવિનાશ વ્યાસ
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)


બાળુડાને માત હીંચોળે

ધણણણ ડુંગરા બોલે.

શિવાજીને નીંદરું ના’વે

માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત

માતાજીને મુખ જે દીથી,

ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –

કાલે કાળાં જુદ્ધ ખેલાશે :

સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !

ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…


પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –

કાયા તારી લોહીમાં ન્હાશે :

ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…
ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –

તે દી તારે હાથ રહેવાની

રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…
આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે

ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે

વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં…
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ


ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગબહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ

ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગદુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ

સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ

વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગનવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ

મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગપીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ

શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ

બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો પીજો કસુંબીનો રંગ

દોરંગા દેખીને ડરિયાં ટેકીલાં હો લેજો કસુંબીનો રંગરાજ મને લાગ્યો કસુંબીનો રંગ, લાગ્યો કસુંબીનો રંગ-ઝવેરચંદ કાળીદાસ મેઘાણી

જય જય ગરવી ગુજરાત , જીત્યું હમેશા ગુજરાત

આંગણ ઉત્સવ બનીને આવો શ્રીનાથજી

આંગણ ઉત્સવ બનીને આવો શ્રીનાથજી

મને પ્યારું લાગે શ્રીજી તારું નામ

મને પ્યારું લાગે શ્રીજી તારું નામ

આજ મારા મંદિરીયા માં મ્હાલે શ્રીનાથજી

વાંકે અંબોડે શ્રીનાથજી

વાંકે અંબોડે શ્રીનાથજી

ઓ શ્રીનાથજી આવજો તમે

ઓ શ્રીનાથજી આવજો તમે

શ્રીનાથજી ના ચરણ વિંદ થી

શ્રીનાથજી ના ચરણ વિંદ થી

હું તો કાગળિયાં લખી લખી થાકી,કાનુડા તારા મનમાં નથી.

હું તો કાગળિયાં લખી લખી થાકી,કાનુડા તારા મનમાં નથી.

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારાં કાળજડાં ઠરી ઠરી જાય રે, છોગાળા તારા મનમાં નથી.
હું તો …

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા પાવલિયા બળી બળી જાય રે,છબીલા તારા મનમાં નથી.
હું તો …

આવા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા,
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,વહાલીડા તારા મનમાં નથી.

હું તો કાગળિયાં લખી લખી થાકી,કાનુડા તારા મનમાં નથી.

જય જય ગરવી ગુજરાત , જીત્યું હમેશા ગુજરાત

કલાકારો : ઐશ્વર્યા મજમુદાર, પ્રાચી દેસાઇ, મૌલી દવે, તન્વી વ્યાસ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, નિધી શેઠ, ત્રિપ્તી આર્ય વોરા, અચલ મહેતા, અભેસિંહ રાઠોડ, કરસન સગઠિયા, કિર્તીદાન ગઢવી , દમયંતીબેન, ભારતી કુંચલા, બિહારીદાન ગઢવી, નીરજ પરીખ, હેમા દેસાઇ, આલાપ દેસાઇ, આશિત દેસાઇ, હરી ભરવાર, બીજલ દેસાઇ, વિજય ગાભાવાલા, હેમંત ચૌહાણ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને દિલિપ ધોળકિયા


કસુંબી નો રંગ ગાયક ચેતન ગઢવી


દુર નગરી રે કલાકાર માસ્ટર રાણા

જુલો જુલો પારણીએ માં લાલ

આજ મારું મન માનેના કલાકાર શ્રેયા ઘોષાલ

મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી

યમુના જળમાં કેસર ઘોળી કલાકાર પ્રીતિ ગજ્જર ઘોષ

યમુના જળમાં કેસર ઘોળી કલાકાર પ્રીતિ ગજ્જર ઘોષ


હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી કલાકાર

હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી કલાકાર પ્રીતિ ગજ્જર ઘોષ

જય જય ગરવી ગુજરાત , જીત્યું હમેશા ગુજરાત

કલાકારો : ઐશ્વર્યા મજમુદાર, પ્રાચી દેસાઇ, મૌલી દવે, તન્વી વ્યાસ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, નિધી શેઠ, ત્રિપ્તી આર્ય વોરા, અચલ મહેતા, અભેસિંહ રાઠોડ, કરસન સગઠિયા, કિર્તીદાન ગઢવી , દમયંતીબેન, ભારતી કુંચલા, બિહારીદાન ગઢવી, નીરજ પરીખ, હેમા દેસાઇ, આલાપ દેસાઇ, આશિત દેસાઇ, હરી ભરવાર, બીજલ દેસાઇ, વિજય ગાભાવાલા, હેમંત ચૌહાણ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને દિલિપ ધોળકિયા


કસુંબી નો રંગ ગાયક ચેતન ગઢવી


એક તારો - પ્રફુલ દવેજય જય ગરવી ગુજરાત , જીત્યું હમેશા ગુજરાત

ઓધાજી મારા વાલા ને ... ગાયક લતા મંગેશકર


કાનુડા તારી ગોવાલણ ગાયક લતા મંગેશકર

મારા ખુબ ખુબ વાલા ગુજરાતી ભાઈઓ અને બહેનો ,
થોડાક દિ પેલા હું મારી ઓફીસ ના કામ સાટું ગુજરાત ની બાર ગ્યોતો તનચાર દિ પછી મને લાગ્યું કે કોઈક ગુજરાતી બોલવા વાળો મળે તો કેવી મઝા પડે કોઈક ની સાથે ગુજરાતી માં વાત કરું તો હેયા માં ટાઢક થાય એટલે કોઈ મળ્યું તો નઈ પણ ઈન્ટરનેટ પર ગુજરાતી ગીતો જોયા ને મઝો પડી ગઈ.
પછી વિચાર આવ્યો કે જે દેશ ની બાર રયે છે એને તો શું નું શું થતું હશે ઈન્ટરનેટ પર ઘણું બધું છે પણ બધું આડું અવળું વિખેરાઈ ને પડ્યું છે તો મન માં ગાંઠ વાળી કે એવું કૈક કરવું છે ગુજરાતી સાહિત્ય બધું એક જગ્યા એ જ મળે.
એટલે આ બ્લોગસ્પોટ માં આ સાઈટ બનાવી. પણ મારા ગુજરાતી લોકો નો પ્રેમ તો જુઓ રાજ ની હજારો ની વિઝીટ મળવા માંડી . મઝઝા પડી ગઈ પણ ભેગી જવાબદારી પણ વધી ગઈ હવે આ ને ચાલુ તો રાખવું જ પડે અને વધારવું પણ પડે ને.
સાઈટ પર બવ પેલા મેં મારો ઇમેલ પણ લખ્યો તો એમાં પણ અભિનંદન નો મારો થીયો અને કેટલીક બેનું નો તો રોટલા ખાધા પછીનો રોજનો પ્રોગ્રામ ફીક્ષ થાય ગયો સાઈટ જોવાનો એ બધું મને આપે સૌએ લખેલ મેઈલ પરથી ખબર પડી.
એક ભાઈ એ તો ત્યાં સુધી કીધું કે " બાપુ આ ચાલુ રાખો , સાઈટ ને ચાલુ રાખવા સાટું પૈ…

ગુજરાતી ફિલ્મ પિયુ ગયો પરદેશ

જય જય ગરવી ગુજરાત , જીત્યું હમેશા ગુજરાત

કલાકારો : ઐશ્વર્યા મજમુદાર, પ્રાચી દેસાઇ, મૌલી દવે, તન્વી વ્યાસ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, નિધી શેઠ, ત્રિપ્તી આર્ય વોરા, અચલ મહેતા, અભેસિંહ રાઠોડ, કરસન સગઠિયા, કિર્તી સગઠિયા, દમયંતીબેન, ભારતી કુંચલા, બિહારીદાન ગઢવી, નીરજ પરીખ, હેમા દેસાઇ, આલાપ દેસાઇ, આશિત દેસાઇ, હરી ભરવાર, બીજલ દેસાઇ, વિજય ગાભાવાલા, હેમંત ચૌહાણ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને દિલિપ ધોળકિયા


કસુંબી નો રંગ ગાયક ચેતન ગઢવી


Kanuda nu halaradu

Chaileya nu halaradu

Image

Shivaji nu halaradu

Image
લોક ડાયરો ભીખુદાન ગઢવી
લોક ડાયરો બિહારીદાન ગઢવી
જીત્યું હમેશા ગુજરાત

કલાકારો : ઐશ્વર્યા મજમુદાર, પ્રાચી દેસાઇ, મૌલી દવે, તન્વી વ્યાસ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, નિધી શેઠ, ત્રિપ્તી આર્ય વોરા, અચલ મહેતા, અભેસિંહ રાઠોડ, કરસન સગઠિયા, કિર્તી સગઠિયા, દમયંતીબેન, ભારતી કુંચલા, બિહારીદાન ગઢવી, નીરજ પરીખ, હેમા દેસાઇ, આલાપ દેસાઇ, આશિત દેસાઇ, હરી ભરવાર, બીજલ દેસાઇ, વિજય ગાભાવાલા, હેમંત ચૌહાણ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને દિલિપ ધોળકિયા


કસુંબી નો રંગ ગાયક ચેતન ગઢવી


એક વણઝારી જુલણ,ગરબા


કેસરીયો રંગ તને લાગયો ,ગરબા


અંબાજી ગરબે ઘુમે છે ,ગરબા


ગરબા ચપટી ભરી ચોખા/ રંગતાળી

ઘમર ઘમર મારુ વલોણું ભજન કલાકાર લલીતા ઘોડાદ્રા ,અરવિંદ બારોટ

સાચું બોલોરે મારા શ્યામ ભજન કલાકાર લલીતા ઘોડાદ્રા, અરવિંદ બારોટ

કાનજી તારી માં કેસેપાનબાઈ ના ભજન કલાકાર લલીતા ઘોડાદ્રા

પ્રભાતિયા in mp3

Prabhatiya

પ્રભાતિયા

લોક ડાયરો ભીખુદાન ગઢવી

Chirag vithalani