ઓન લાઈન છે ગુજરાતી નાટકો , ગુજરાતી લોક ડાયરો, ગુજરાતી લોક સાહિત્ય, ગુજરાતી હાસ્ય દરબાર, ગુજરાતી સિનેમા ,ગુજરાતી ગીતો, અને ઘણું બધું
Monday, December 10, 2018
Friday, November 9, 2018
નુતન વર્ષાભિનંદન
GUJNATAK બ્લોગના આપ સૌ મુલાકાતીઓને અને આપના પરિવારજનો ને હ્રધ્યથી ખોબલે ખોબલે નૂતન વર્ષની શુભકામનાઓ અને શુભેચ્છાઓ
આપ સહુના જીવનમાં સુખ અને શાંતિ સાથે સમૃદ્ધિ આવે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
નુતન વર્ષાભિનંદન
સાલ મુબારક
આપ સહુના જીવનમાં સુખ અને શાંતિ સાથે સમૃદ્ધિ આવે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
નુતન વર્ષાભિનંદન
સાલ મુબારક
Monday, November 5, 2018
Saturday, November 3, 2018
Friday, November 2, 2018
Tuesday, October 30, 2018
Friday, October 26, 2018
Thursday, October 25, 2018
Monday, October 22, 2018
Tuesday, October 16, 2018
Friday, October 12, 2018
Thursday, October 11, 2018
Wednesday, October 10, 2018
Tuesday, October 9, 2018
Monday, October 8, 2018
Thursday, October 4, 2018
Wednesday, October 3, 2018
અમે મહિયારા રે
અમે મહિયારા રે… ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મહિયારા રે… ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મહિયારા રે… ગોકુળ ગામનાં
મથુરાની વાટ મહિ વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવા, નઇ લેવા, મહિયારા રે… ગોકુળ ગામના
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવા, નઇ લેવા, મહિયારા રે… ગોકુળ ગામના
યમુનાને તીર વ્હાલો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘથી જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું. મહિયારા રે… ગોકુળ ગામનાં
ભુલાવી ભાન સાન ઉંઘથી જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું. મહિયારા રે… ગોકુળ ગામનાં
માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવા, નઇ કહેવા, મહિયારા રે… ગોકુળ ગામનાં
દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવા, નઇ કહેવા, મહિયારા રે… ગોકુળ ગામનાં
નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા, મહિયારા રે… ગોકુળ ગામનાં
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા, મહિયારા રે… ગોકુળ ગામનાં
મણિયારો
હાં…મણિયારો તે મણિયારો તે
હલુ હલુ થઈ રે વિયો રે…
હલુ હલુ થઈ રે વિયો રે…
મુઝા દલડાં ઉદાસીમાં હોય રે
છેલ મુઝો, વરગાણી મણિયારો
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો
છેલ મુઝો, વરગાણી મણિયારો
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો
હાં……..મણિયારો તે કળાયેલ મોરલો રે
કાંઈ હું રે ઢળકતી ઢેલ રે
છેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો
કાંઈ હું રે ઢળકતી ઢેલ રે
છેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો
હાં……..મણિયારો તે મહેરામણ મીઠડો
કંઈ હું તો સમદરિયાની લહેર રે
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો
કંઈ હું તો સમદરિયાની લહેર રે
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો
હાં……..મણિયારો જી અષાઢી મેહુલો રે
કાંઈ હું તો વાદળ કેરી વીજ રે
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો
કાંઈ હું તો વાદળ કેરી વીજ રે
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો
હાં……..અણિયાળી રે ગોરી તારી આંખડી રે
હાં રે આંજેલ એમાં મેશ રે
હેલ મુઝો, વરણાગી મણિયારો
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો
હાં રે આંજેલ એમાં મેશ રે
હેલ મુઝો, વરણાગી મણિયારો
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો
હાં……..મણિયારો તે અડાબીડ આંબલો ને
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે
છેલ મુઝો, હાલારી મણિયારો
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે
છેલ મુઝો, હાલારી મણિયારો
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો
હાં……..પનિહારીનું ઢળકતું બેડલું રે
કાંઈ હું રે, છલકતું એમાં નીર રે
છેલ મુઝો, વરણાગી મણિયારો
છેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો
કાંઈ હું રે, છલકતું એમાં નીર રે
છેલ મુઝો, વરણાગી મણિયારો
છેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે
મા ચાંપા તે નેરના ચાર ચૌટા મા કાળી રે
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે
મારી મા અંબેમાને કાજ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મારી મા અંબેમાને કાજ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા માળી તે આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા કુંભારી આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા સુથારી આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે બાજઠની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
એ તો લાવે છે બાજઠની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા ગાય શીખે ને જે સાંભળે, મા કાળી રે
તેની અંબામા પૂરજો આશ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
તેની અંબામા પૂરજો આશ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
ઝૂલણ મોરલી વાગી રે
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,
હાલો ને જોવા જાયેં રે,
મોરલી વાગી રે, રાજાના કુંવર.
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. – મોરલી…..
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. – મોરલી…..
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,
હાલો ને જોવા જાયેં રે,
મોરલી વાગી રે, રાજાના કુંવર.
હાલો ને જોવા જાયેં રે,
મોરલી વાગી રે, રાજાના કુંવર.
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. – મોરલી…..
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. – મોરલી…..
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,
હાલો ને જોવા જાયેં રે,
મોરલી વાગી રે, રાજાના કુંવર.
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે….
હાલો હાલો પાવાગઢ જઈએ રે…
શ્રીફળની જોડ લઈએ રે….
હાલો હાલો પાવાગઢ જઈએ રે…
માને મંદિરીયે સુથારી આવે,
સુથારી આવે માના બાજોઠ લઈ આવે,
બાજોઠની જોડ લઈને રે… હાલો….
સુથારી આવે માના બાજોઠ લઈ આવે,
બાજોઠની જોડ લઈને રે… હાલો….
માને મંદિરીયે કસુંબી આવે,
કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ અમે લઈએ રે….. હાલો…
કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ અમે લઈએ રે….. હાલો…
માને મંદિરીયે સોનીડો આવે,
સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે,
ઝાંઝરની જોડ અમે લઈએ રે… હાલો….
સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે,
ઝાંઝરની જોડ અમે લઈએ રે… હાલો….
માને મંદિરીયે માળીડો આવે,
માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ અમે લઈએ રે…. હાલો….
માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ અમે લઈએ રે…. હાલો….
માને મંદિરીયે ઘાંચીડો આવે,
ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ અમે લઈએ રે…. હાલો….
ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ અમે લઈએ રે…. હાલો….
Tuesday, October 2, 2018
શ્રી લક્ષ્મી ચાલીસા
શ્રી લક્ષ્મી ચાલીસા
દોહા
માતુ લક્ષ્મી કરિ કૃપા, કરો હૃદય મેં વાસ.
મનોકામના સિદ્ધ કરિ, પુરવહુ મેરી આસ,
સોરઠા
યહી મોર અરદાસ, હાથ જોડ વિનતી કરૂઁ.
સબવિધિ કરૌ સુવાસ, જય જનનિ જગદંબિકા,
સિંધુ સુતા મૈં સુમિરૌં તોહી.
જ્ઞાન બુદ્ધિ વિદ્યા દો મોહી,
તુમ સમાન નહિં કોઈ ઉપકારી.
સબ વિધિપુરવહુ આસ હમારી,
જય જય જગત્ જનનિ જગદમ્બા.
સબકી તુમ હી હો અવલંબા,
તુમ હી હો સબ ઘટ-ઘટ વાસી.
વિનતી યહી હમારી ખાસી,
જગજનની જય સિંધુ કુમારી.
દીનન કી તુમ હો હિતકારી,
વિનવૌં નિત્ય તુમહિં મહારાની.
કૃપા કરૌ જગ જનની ભવાની,
કેહિ વિધિ સ્તુતિ કરૌં તિહારી.
સુધિ લીજૈ અપરાધ બિસારી,
કૃપા દૃષ્ટિ ચિતવો મમ ઓરી.
ગજનની વિનતી સુન મોરી,
જ્ઞાન બુદ્ધિ જય સુખ કી દાતા.
સંકટ હરો હમારી માતા.
ક્ષીરસિંધુ જબ વિષ્ણુ મથાયો.
ચૌદહ રત્ન સિંધુ મેં પાયો,
ચૌદહ રત્ન મેં તુમ સુખરાસી.
સેવા કિયો પ્રભુ બનિ દાસી,
જબ-જબ જન્મ જહાઁ પ્રભુ લીન્હા.
રૂપ બદલ તહં સેવા કીન્હા,
સ્વયં વિષ્ણુ જબ નર તનુ ધારા.
લીન્હેઉ અવધપુરી અવતારા,
તબ તુમ પ્રગટ જનકપુર માહીં.
સેવા કિયો હૃદય પુલકાહીં,
અપનાયૌં તોહિ અંતર્યામી.
વિશ્વ વિદિત ત્રિભુવન કી સ્વામી,
તુમ સબ પ્રબલ શક્તિ નહિં આની.
કહં લૌ મહિમા કહૌં બખાની,
મન ક્રમ વચન કરૈ સેવકાઈ.
મન ઇચ્છિત વાંછિત ફલ પાઈ,
તજિ છલ કપટ ઔર ચતુરાઈ.
પૂજહિં વિવિધ ભાંતિ મન લાઈ,
ઔર હાલ મૈં કહૌં બુઝાઈ. જો યહ પાઠ કરૈ મન લાઈ,
તાકૌ કોઈ કષ્ટ ન હોઈ. મન ઇચ્છિત પાવૈ ફલ સોઈ,
ત્રાહિ ત્રાહિ જય દુઃખ નિવારિણિ.
ત્રિવિધ તાપ ભવ બંધન હારિણિ,
જો ચાલીસા પઢૈ પઢાવૈ.
ધ્યાન લગાકર સનૈ સુનાવૈ,
તાકૌ કોઈ ન રોગ સતાવૈ.
પુત્ર આદિ ધન સંપત્તિ પાવૈ,
પુત્રહીન અરુ સંપત્તિ હીના.
અંધ બધિર કોઢી અતિ દીના,
વિપ્ર બોલાય કૈ પાઠ કરાવૈ.
શંકા દિલ મેં કભી ન લાવૈ,
પાઠ કરાવૈ દિન ચાલીસા. તા પર કૃપા કરૈં ગૌરીસા,
સુખ સંપત્તિ બહુત-સી પાવૈ. કમી નહીં કાહૂ કી આવૈ,
બારહ માસ કરૈ જો પૂજા. તેહિ સમ ધન્ય ઔર નહિં દૂજા,
પ્રતિદિન પાઠ કરૈ મન માહી.
ઉન સમ કો જગ મેં કહુઁ નાહીં,
બહુવિધિ ક્યા મૈં કરૌં બડાઈ. લેય પરીક્ષા ધ્યાન લગાઈ,
કરિ વિશ્વાસ કરૈ વ્રત નેમા. હોય સિદ્ધ ઉપજૈ ઉર પ્રેમા,
જય જય જય લક્ષ્મી ભવાની.
સબમેં વ્યાપિત હો ગુણ ખાની,
તુમ્હરો તેજ પ્રબલ જગ માહીં.
તુમ સમ કોઉ દયાલુ કહુઁ નાહિં,
મોહિ અનાથ કી સુધિ અબ લીજૈ.
સંકટ કાટિ ભક્તિ મોહિ દીજૈ,
ભૂલ ચૂક કરિ ક્ષમા હમારી. દર્શન દીજૈ દશા નિહારી,
બિન દર્શન વ્યાકુલ અધિકારી.
તુમહિ અછત દુઃખ સહતે ભારી,
નહિં મોહિં જ્ઞાન બુદ્ધિ હૈ તન મેં.
સબ જાનત હો અપને મન મેં,
રૂપ ચતુર્ભુજ કરકે ધારણ. કષ્ટ મોર અબ કરહુ નિવારણ,
કેહિ પ્રકાર મૈં કરૌં બઢાઈ. જ્ઞાન મોહિ નહિં અધિકાઈ,
દોહા
ત્રાહિ ત્રાહિ દુઃખ હારિણી, હરો વેગિ સબ ત્રાસ.
જયતિ જયતિ જય લક્ષ્મી, કરો શત્રુ કો નાશ,
રામદાસ ધરિ ધ્યાન નિત, વિનય કરત કર જોર.
માતુ લક્ષ્મી દાસ પર, કરહુ દયા કી કોર
Thursday, September 27, 2018
Wednesday, September 26, 2018
નવરાત્રિ આરતી
નવરાત્રી આરતી...
જય આદ્ય શક્તિ મા જય આદ્ય શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા , પડવે પ્રકટ્યા મા … ઓમ
દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાયે હર માં … ઓમ
તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી તું તરવેણી માં … ઓમ
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌ દિશા, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ
પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
પંચ તત્વ ત્યાં સોહીએ, પંચે તત્વોમાં … ઓમ
ષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો
નર નારીના રૂપે, વ્યાપ્યા સર્વે મા … ઓમ
સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી સંધ્યા
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ
અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા
સુરિ નર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ
દશમી દશ અવતાર, જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ
બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા … ઓમ
તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં … ઓમ
ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઇએ શુભ કવિતા … ઓમ
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ
ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી … ઓમ
શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ
એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ
Tuesday, September 25, 2018
Monday, September 24, 2018
Wednesday, September 19, 2018
Monday, September 17, 2018
Saturday, September 15, 2018
Wednesday, September 12, 2018
Wednesday, August 29, 2018
Wednesday, August 8, 2018
Tuesday, April 24, 2018
Monday, January 1, 2018
Subscribe to:
Posts (Atom)
https://youtu.be/qTqNa5vNcJE