Wednesday, October 3, 2018

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે….
હાલો હાલો પાવાગઢ જઈએ રે… 
માને મંદિરીયે સુથારી આવે,
સુથારી આવે માના બાજોઠ લઈ આવે,
બાજોઠની જોડ લઈને રે… હાલો….
માને મંદિરીયે કસુંબી આવે,
કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ અમે લઈએ રે….. હાલો…
માને મંદિરીયે સોનીડો આવે,
સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે,
ઝાંઝરની જોડ અમે લઈએ રે… હાલો….
માને મંદિરીયે માળીડો આવે,
માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ અમે લઈએ રે…. હાલો….
માને મંદિરીયે ઘાંચીડો આવે,
ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ અમે લઈએ રે…. હાલો….

Gajanan Mangal Murti Wala - Narayan Swami || ગજાનન મંગલ મુર્તિ વાલા - ના...

Guruji Na Naam Ni Mala (ગુરુજી ની માળા) | Param Pujya Narayan Swami | 1991

Shufi Gazal | Shri Narayan Swami | શ્રી નારાયણ સ્વામી બાપુ | સુફી ગજલ

Pravachan & bhairvi bhajan NARAYAN SWAMI bapu

છુંમ છુંમ બાજે ગૂંગરીયા - નારાયણ સ્વામી | Chum Chum Baaje Ghunghariya | ...

શંભુ શરણે પડી - નારાયણ સ્વામી || Shambhu Sharne Padi Narayan Swami GUJAR...